Sunday, 13 August 2017

ગઝલ

ઇન્તજાર ના કરાય તો સારું,
હવે વહેલા અવાય તો સારું.

છે જરૂર મને શ્વાસ ની હવે તો,
શ્વાસ મારા માં પુરાય તો સારું.

ભલે આશિકો થી તારા ઘેરાય તું,
એકાંત માં મને મળાય તો સારું.

બીજું કંઈ નહીં તો એટલું કહી દે,
આવીશ ક્યારે કહેવાય તો સારું.

શબ્દો બધા ખૂટી જાય એ પહેલા,
ગઝલ માં તું 'ધર્મ' ચિત્રાય તો સારું.
       
                       ~ધર્મેન્દ્ર સોલંકી. 
                  ૧૮:૪૬, ૧૩/૦૮/૧૭

No comments:

Post a Comment