વીસનગરમાં
હોવાના વાવરમાં વસતો!
હરિયો સીધી ડગરમાં વસતો!
ખોળું ખીણ મહીં હું એને
હરિયો જઈ ડુંગરમાં વસતો!
હરિયો ઝરણ થઈને નીકળી
પ્હાડેથી, સાગરમાં વસતો!
હરિયો હોઠે વાંસ અડાડી
ને, નટવર નાગરમાં વસતો!
છોડી દઈ વડોદરા મિત્રો
હરિયો વીસનગરમાં વસતો!
- હરિહર શુક્લ
૧૦-૦૮-૨૦૧૭
(રિવ્યુ માટે)
No comments:
Post a Comment