સજનને પ્રેમ પણ અઢળક હ્રદયથી તું કરી તો જો ,
વિયોગે દિલનાં આંસુ પછી નૈણે ભરી તો જો .
જલન કાયમ રહેવાની પ્રણયની આ ડગરમાં પણ ,
મલમ કોઇનાં દર્દોનો બનીને તું ઠરી તો જો .
તરીને શું કરીશું હા વિના રાહી જગતમાં આ ,
હ્રદયનાં ઘાટમાં ડૂબી જરા આજે મરી તો જો .
કરી લે યાદ સાજનનાં પ્રથમ ચુંબનની વાતોને ,
કરીને બંધ આંખો આ અદાને તું વરી તો જો .
વિજય થાશે "ફિઝા" તારો જરા વિશ્વાસ રાખીલે
હવે બાકી બધું જીવન ચરણ સાજન ધરી તો જો .
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment