ખાખી..
એકલી આભે સજાવી,મન મજાની રાત છે
ડાળ પીળી પાંદડી, ખાલી ગજાની રાત છે
ધાવ તાજા લાગતાં,જાગી હશે આંખો હવે
એકલાં અંધારમાં ,ઢાળી સજાની રાત છે
આમતો સ્વપ્ન બધાં સાચા પડે ,તારા ખરે!
પણ છતા ,ચાંદો દજાડે તે છજાની રાત છે
ચાર હાથે લાગણી,ખંભે ચડેલી લાશમાં
ચાલ દોરી મારગે, અંગે અજા ની રાત છે
બાર બાંધે બારણાં, બારી મઢેલી કાંચની
જાત માળી બાગનો ,ધારે રજાની રાત છે
આજ લાગે સાદગી,શોભે કફન! ખાખી મળે..!
જંગ!આઝાદી જ ફરકાવે! ધજાની રાત છે
જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તા-10/08/2017
સમય:- રાત-01:52
No comments:
Post a Comment