સતત કંઠે ગળ્યાં વિષજળ વિષેની વાત કરવા દે,
મને એકાદ પળમાં પળ વિષેની વાત કરવા દે .
વિવાદે પણ, વિશાદે પણ, ગુમાવ્યું પણ ને પામ્યા'તા
જે મન હારે થઈ ચળભળ વિષેની વાત કરવા દે.
નથી સ્હેલું કશું કળવું ને અટકળમાં સદા રે'વું!
લખ્યાં છે કેટલાં અંજળ? વિષેની વાત કરવા દે.
દરદ શું છે? મરજ શું છે? ને શું પાગલપણાની હદ?
ઠગારી પ્રીતનાં એ છળ વિષેની વાત કરવા દે!
કે જીવી ગ્યા ભરોસે એમના ભરપૂર શ્રધ્ધાથી!
ઉભા'તાં સાથમાં શામળ, વિષેની વાત કરવા દે!
---------------હેમા ઠક્કર "મસ્ત " 12-8-17
No comments:
Post a Comment