Tuesday, 8 August 2017

ગીત

ટહુકે ટહુકે ગીત લખાવી એક સુનેરી પંખી બોલે
અવળી સવળી પાંખ સજાવી એક સુનેરી પંખી બોલે

      પ્હાડ ઉપર પથ્થર થઈ બેઠું
       અક્ષરમાં અક્ષર થઈ બેઠું

પથ્થર પર અક્ષર ચિતરાવી એક સુનેરી પંખી બોલે
અવળી સવળી પાંખ સજાવી એક સુનેરી પંખી બોલે..૦

       એની પાંખ ગગન વિસ્તારે
       એની આંખ ફલકની પારે

દસે દિશે દીવા પ્રગટાવી એક સુનેરી પંખી બોલે
ટહુકે ટહુકે ગીત લખાવી એક સુનેરી પંખી બોલે..૦

         -ભરત ભટ્ટ

No comments:

Post a Comment