Tuesday, 8 August 2017

ગીત

પગરવ સાથે તાલ મિલાવી, એક સુનેરી પંખી બોલે,
ગીતો મીઠા ગાય,જગાડી, એક સુનેરી પંખી બોલે.

કલકલ વ્હેતું  ઝરણું એક દિન નદીમાં જઇને  સમવાનું,
રીતિ નિરંતર  તેની જાણી, એક સુનેરી પંખી બોલે.

જો વાયુ વહ્યો ચારે દિશથી,આવ્યો વરસાદ ખુલ્લા નભથી,
કોઈ એને  ના શક્યું ઝાલી, એક સુનેરી પંખી  બોલે.

આંગણ  ટહુકી ચાલ્યાં શ્વાસો, ડાળે બેસી કાઢી રાતો,
તોય અમે પ્રભાત  વધાવી,  એક સુનેરી પંખી  બોલે.

કાંટા વચ્ચે જઇ શેકાયે, કાદવ વચ્ચે જઇ ખેંચાયે
બોલ્યા શબ્દો ના ઉથલાવી , એક સુનેરી પંખી  બોલે

આપ્યું આખું આભ ખુલ્લું,અમને પગમાં નાખો બેડી!
પિંજરામાં  તોયે પૂરાવો ! એક સુનેરી પંખી  બોલે.

શ્વાસે શ્વાસે સોડહમ્ વહે,અહર્નિશ જીવ રટણ કર્યા'રે,
તેને સુન આવરણ હટાવી, એક સુનેરી પંખી બોલે.

વન,વનિકા, વનસ્થલ ખોદી, બન્યાં છે રંગીન મિનારા,
ન રહી એકે જગ્યા ખાલી, એક સુનેરી પંખી  બોલે.

               સુનિતા કંઝારિયા

No comments:

Post a Comment