Tuesday, 8 August 2017

ગીત

એક દિવસ ફળિયામાં આવી એક સુનેરી પંખી બોલે.*
પગલે પગલે તેજ વહાવી એક સુનેરી પંખી બોલે.

હળવે હળવે ઝગમગ ઝગમગ તમે ખોલો રે આતમનાં દ્વાર
ને સૂરજને કહી દો કે બાળી નાખે ભીતરનો અંધાર
હળવે હળવે પૂંછ હલાવી એક સુનેરી પંખી બોલે*

આંગણ માથે દીવા કરો ને ઝળહળ ભીંતો કરો
લાભ શુભને કમાડી ચિતરી ઉંબર આગળ ફૂલો ધરો
હળવે હળવે ડાળ હટાવી એક સુનેરી પંખી બોલે

જીવનની આંટી ઘૂંટીમાં મેલી થઈ છે જીવન ચાદર
એને ધોવા જાવું પડશે જીવાજી  ગુરુ કેરા પાદર
રસ્તો નોખો આજ બતાવી એક સુનેરી પંખી બોલે
એક દિવસ ફળિયામાં આવી એક સુનેરી પંખી બોલે
પગલે પગલે તેજ વહાવી એક સુનેરી પંખી બોલે

અદિશ

No comments:

Post a Comment