રામનું નામ
રામનું છે કામ શું?
દેવું એનું નામ શું?
તું મને લઈને ડૂબ્યો!
ડૂબવાનું ગામ શું?
હામ રાખું તો જીવું!
છે રહી ના હામ શું?
હું પીવા આતુર પણ
દે તું ગળતું જામ શું?
શ્વાસમાં તો એ જ છે!
હો રહીમ કે રામ શું!
- હરિહર શુક્લ
૧૬-૦૮-૨૦૧૭
(ગાલગાગા ગાલગા)
No comments:
Post a Comment