Thursday, 17 August 2017

ગઝલ

શ્રી પંકજ શાહની એક ગઝલ
----------------------------------
        
ખૂબ  કડવી  ભલે,  દવા  લાગે
જીવમાં   જીવ  આવવા  લાગે

આવો, બેસો, અહીં નજર સામે
ઘરમાં  મે'માન  પણ નવા લાગે

દૃશ્ય  ધીમે  રહી  સરી  ચાલ્યા
આંખમાં  તડકો  આવવા  લાગે

કોઈ  આભાસ  ક્યાં  રહ્યો કાયમ
ખોટ   ક્યારેક    સાલવા  લાગે

આપ  આવો  તો ખૂબ ગમવાનું
આપ જાઓ તો, કંઈ થવા લાગે

.. પંકજ શાહ

No comments:

Post a Comment