ગઇકાલે જન્માષ્ટમીને કારણે ભાગ લઈ શકાયો નહીં. રચના આજે મુકું છું
ચોતરફ છે પ્રેમનો વરસાદ, રાધા!
તું નથી તો કેટલો અવસાદ, રાધા!
વાંસળી ના સુર બધે રેલાય જોને,
તોય ના સૂણે તું એનો નાદ, રાધા!
રાસ કોની સંગ હું આજે રચું 'કે?
સંગ કોની પ્રેમનો સંવાદ, રાધા!
કૂંજ કેરી સૌ ગલી હિજરાય આજે,
ના તટો યમુના તણા આબાદ, રાધા!
તું નથી પાસે, છે બસ અવસાદ, રાધા!
કેમ કાઢું કાનમાંથી બાદ, રાધા!
ડો જિજ્ઞાસા
No comments:
Post a Comment