ક્યારે ખોલીશ તારા મૌન તાળા?
આંખો પણ માંગે દ્રશ્યો એવા જેમાં ઠાલવતો તું રંગોના થાળા,
..ક્યારે ખોલીશ તારા..
શ્વાસોની માળાના મણકા ખૂટ્યા,
ભીનાં સમણાં મારા કોણે લૂંટયા!
આવીને હાથેથી તોડી જા તારા વિરહમાં ગુંથેલી મોહન માળા.
...ક્યારે ખોલીશ તારા..
યમનાની પાળે બેઠુ પંખીનું જોડું,
વરસો જૂની પ્રીતિ કેમ કરી તોડું?
ઓઢી'તી લીલી ચુનર મારા હૈયાએ, ત્યાં રહેતી'તી વ્રજ બાળા.
...ક્યારે ખોલીશ તારા..
-શીતલ ગઢવી"શગ"
(એક જૂની રચના)
No comments:
Post a Comment