Monday, 14 August 2017

ગઝલ

અદાલત ઘણી છે.
વિરાસત ઘણી છે.

છે એ પ્રેમમાં પણ,
અદાવત ઘણી છે.

રહેવું પડે ત્યાં,
અનામત ઘણી છે.

છટા છે અદા છે,
ખુશામત ઘણી છે.

ખિલી છે કળી જ્યાં,
શિકાયત ઘણી છે.

મળી વૈદ્ય ને હું,
શહાદત ઘણી છે.

ધરાના પડળમાં,
અમાનત ઘણી છે.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment