૨૦૦૧ માં લખેલી ગઝલનો અંત આજે આવ્યો..
જુના આ જખમની દવા આજ દઈ દે,
પ્રણયમાં મને "ઘા" નવા આજ દઈ દે.
મને જાણ છે દિલ્લગી શું બલા છે,
છતા તું બધીયે બલા આજ દઈ દે.
બહું પાસ છીએ પછી દૂરી શાની?
મને ચૂમવાની રજા આજ દઈ દે.
અગન બસ પ્રણયની ભડકતી રહે આ,
એને તું જરાસી હવા આજ દઈ દે.
તરસ જાય વકરી એનાથી પહેલા,
સુરાથી ભરેલા ઘડા આજ દઈ દે.
તમારી મહકથી મહેંકે બધું છે,
મને મ્હેંકવાની મજા આજ દઈ દે.
પહેરા ઘણા છે ડગર પર ઓ "જયલા"
સનમને કહો - પથ નવા આજ દઈ દે.
@ જયલા
No comments:
Post a Comment