Wednesday, 23 August 2017

ગઝલ

રંગમાં પણ નોખો ને રૂપમાં પણ એ નોખો છે
દેખાય છે માણસ જે ઘરમાં એ પણ નોખો છે

ખાટલે પણ નોખો ને પાટલે પણ નોખો છે
દેખાય છે માણસ જે ઓટલે એ પણ નોખો છે

ભુખ્યો પણ નોખો ને ખાધેલ  પણ નોખો છે
દેખાય છે માણસ જે રોટલે એ પણ નોખો છે

અંદર પણ નોખો ને બહાર પણ નોખો છે
દેખાય છે માણસ જે ટોટલે એ પણ નોખો છે

વાતે પણ નોખો ને વ્યવહારે પણ નોખો છે
દેખાય છે માણસ જે કાટલે એ પણ નોખો છે

મૂછે પણ નોખો ને દાઢી એ પણ નોખો છે
દેખાય છે માણસ જે ચોટલે એ પણ નોખો છે

ઘરમાં પણ નોખો ને બજારે પણ નોખો છે
દેખાય છે માણસ જે હોટલે એ પણ નોખો છે

ફેસબુકમાં નોખો વોટસએપમાં પણ નોખો છે
દેખાય છે માણસ જે મોબાઈલે એ પણ નોખો છે

ગરજે પણ નોખો ને ગરજ પત્યે પણ નોખો છે
દેખાય છે માણસ જે ટાણે ટાણે એ પણ નોખો છે

                                         - સતીષ સખીયા

No comments:

Post a Comment