Thursday, 24 August 2017

ગઝલ

બહુ વર્ષો અગાઉ લખાયેલ રચનાના કેટલાક શેર:

          .. સુરેન્દ્ર કડિયા

ક્યાંકથી અસ્તિત્વની અટકળ મળે
હું  મને શોધી શકું તો કળ વળે

હૂબહૂ  પર્યાય  કિસ્મતનો બની
શબ્દ બે ડગલાં મને આગળ મળે

તપ્ત  હૈયું  ને  પવન કોરે નયન
માત્ર ભીના બોલ આ નભ સાંભળે

મૌનના મૃગજળ સમા એ જળ મહીં
કલ્પનાઓના  તરંગો ખળભળે

.. સુરેન્દ્ર કડિયા
તા. 13.04.1989

No comments:

Post a Comment