*પલ | હૃદયનો સીધો અનુવાદ*
શ્વાસમાં એકાંત વધતું જાય છે તો વાંક કોનો ?
આંખમાંથી આભ સરતું જાય છે તો વાંક કોનો ?
આમ તો આરોપ છે કેવળ ગલત આરોપ એના,
શબ્દવેધી બાણ છળતું જાય છે તો વાંક કોનો ?
બોલશે તો બહુ બધી વાતો ઉઘાડી પાડશે એ,
મૌન છે તો માન ઘટતું જાય છે તો વાંક કોનો ?
લાખ જુઠ્ઠું બોલશો ? બોલો, જુઓ કે કોણ હારે ?
સત્યને પણ શૂર ચડતું જાય છે તો વાંક કોનો ?
રામ જેને રાખશે એને જ દુનિયા ચાખશે હોં,
બોલ, આ સાચું જ પડતું જાય છે તો વાંક કોનો ?
#આલાપ
No comments:
Post a Comment