રાચુ છું મોબાઇલ ની મસ્તીમાં
નાચુ છું મોબાઇલ ની મસ્તીમાં
લાઈક ને કોમેન્ટ મેળવીને કેવો
ફુલાવ છું હું પ્રસિદ્ધિ સસ્તીમાં
ભુલી સ્નેહ ભર્યા સાચા સંબંધો
આવી ગયો ઈન્ટરનેટની વસ્તીમાં
સમજણ જેવું કશુંય છે જ નહીં
ને ગણતરી કરૂ જાતની હસ્તીમાં
સમજાય ના રીત "સતીષ" શબ્દોની
ને ચડી ગયો છું સાહિત્યની કશ્તીમાં
- સતીષ સખીયા
No comments:
Post a Comment