Tuesday, 8 August 2017

ગીત

પહાડો ઓળંગી ચાલી જવાનો
મુસાફર છું અડગ ચાલી જવાનો

હો રસ્તા વચ્ચે પથ્થર અનેક
હો મુશ્કેલીનાં કાંટાઓ અનેક
હામ ભરી ફૂલ પાથરી  જવાનો
મુસાફર છું અડગ ચાલી જવાનો

એક દિ હું  વાદળો ચીરી જવાનો
આકાશનાં તારાઓ ગણી જવાનો
અશક્ય  કામ પણ કરી જવાનો
મુસાફર છું અડગ ચાલી જવાનો

હો ભલે મારું નસીબ કોરૂં પાનું
દુઃખ દર્દ અગણિત રોજ સહેવાનું
પ્રભુ પ્રસાદ  ગણી પી જવાનો
મુસાફર છું અડગ ચાલી જવાનો .

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment