🔰🔰🔰 *ગઝલ*🔰🔰🔰
બાગમાં ક્લશોર હોવો જોઈએ.
ફૂલને પણ ન્હોર હોવો જોઈએ.
સૂર્ય પણ ગોગલ્સ પહેરીને મળે,
આંખમાં એ તોર હોવો જોઈએ.
ધર્મના થોથા કહે એવો નથી,
આ ખુદા કંઈક ઓર હોવો જોઈએ.
હાર તારી છે મને મંજૂર ,પણ,
તું સમયથી મોર હોવો જોઈએ.
એ પરત બોલાવશે ત્યારે 'જુગલ',
તું નવો નક્કોર હોવો જોઈએ.
કવિ-જુગલ દરજી
No comments:
Post a Comment