સુખ અને દુ:ખ એક બીજાના પડોશી હોય છે,
દોસ્તોમાંથી જ કોઈએ તલવાર ખોશી હોય છે.
વાંક આંખોનો જ કાયમ હોય એવુ નથી હોતુ,
અમુક સપનાઓ પણ સરખે ભાગે દોષી હોય છે.
મનમાં રોજ કેટલાય વીચારો હારે છે સામટા,
ને રોજ કોઈ નવા વીચારની તાજપોશી હોય છે.
હસ્તરેખા એટલી ગુંચવાઈ ગઈ કે શું કહુ?
જોતી વેળા અવઢવમાં બીચારો જોષી હોય છે.
વ્યંજનો કેવા બતાવ્યા'તા ખુદા જન્નતમાં તેં,
દુનિયામાં જોઉ છું તો બસ ખીચડી પરોસી હોય છે.
હોવાપણાનો ભાર ઉતારીને ફરી તો જુઓ,
ચારે દિશાઓમાં બસ ખામોશી ખામોશી હોય છે.
- દિપક ઠાકર
No comments:
Post a Comment