એ મને " હા" તો હવે ક્યાં કરે !!
એ મને વાતો હવે ક્યાં કરે ?
દર્દને જાતો હવે ક્યાં કરે !!
પળ ભરી મળતા નથી એ હવે ,
સૂર્ય ને રાતો હવે ક્યાં કરે !
આજ પણ તૈયાર છું બોલ તો ,
સંગનો નાતો હવે ક્યાં કરે !
સાચવી રાખી વર્ષો જૂની મે ,
આજ સોગાતો હવે ક્યાં કરે !
આખરી ઇરછા શું તે પૂછી લઉ ,
એ મને 'હા ' તો હવે ક્યાં કરે !
મેવાડા ભાનુ "'શ્વેત
No comments:
Post a Comment