ખાલી વાતો કરું છું આમની
નથી ખબર મને મુકામની
વિવાદો મચાવ્યા ખાલી ખોટા
ક્યાં ખબર છે સાચા રામની
ખુદની ખબર મળતી નથી
ને મેળવવી છે જાણ તમામની
એકલો પડી જાઉં છું ભીડમાં
યાદ આવે છે તારા નામની
સાંભળતા જ શબ્દ બચપણ
સ્મરે યાદ એક નાના ગામની
થાકી જવું નહિ પાલવે હોશ
લાંબી સફર છે જીવન સંગ્રામની
- શ્રેયસ ત્રિવેદી 'હોશ'
No comments:
Post a Comment