સુનેરી પંખી બોલે
્્્. ્્્્. ્્્
ડૉ .સત્યમ બારોટ
ગાતું તું મીઠું મીઠું ને, યાદોને તાજી કરતું તું ,.
વાતો ભવની કરતું કરતું,
એક સુનેરી પંખી બોલે .
પ્હેલા ભવમાં બાવળ બન્યા'તા,
કેવા ખિલ્યા તા કાટા ,.
કાટે બેસી ગીતો ગાતું ,
એક સુનેરી પંખી બોલે .
બીજા ભવમાં આબો બનતા ,
ને ફૂલો ખિલ્યાતા મીઠા ,.
કેરી બનીતી મારી પ્રિત્યુ,
એક સુનેરી પંખી બોલે .
ત્રીજા ભવમાં ચંદન બન્યાં,
શ્વાસોની ખુશ્બૂ ફેલાવી ,.
દિલમાં મીઠી શાતા કરતું ,
એક સુનેરી પંખી બોલે .
ચોથા ભવમાં વડલો બન્યાં,
જોગી બન્યા'તા જટાળા,.
ઝૂલી ઝૂલી હિચકો ખાતું ,
એક સુનેરી પંખી બોલે .
પાંચમા ભવમાંપીપળો બન્યાં ,
ભૂતોને દીધી શાતા ,.
ડાળી ડાળી વસતો હરિ તુ,
એક સુનેરી પંખી બોલે .
છઠ્ઠા ભવમાં લીમડો બન્યાં,
પાને પાને અમરુત પીધા,.
સૌના દુઃખ-દર્દોને હરતુ ,
એક સુનેરી પંખી બોલે .
સાતમાં ભવમાં બીલી બન્યાં ,
શંકર વ્હાલા થઇ ને બેઠા,.
શ્વાસે શ્વાસો શિવને ધરતુ ,
એક સુનેરી પંખી બોલે .
ડૉ .સત્યમ બારોટ
૯૯૦૪૬ ૧૨૫૧૭
૮૪૮૭૯૪૮૧૫૮
્્્. ્્્. ્્્
No comments:
Post a Comment