Tuesday, 8 August 2017

હઝલ

હઝલ

જી હજૂરી જે કરે તે બોસના જો ખાસ છે,
ને ખજૂરી  લઇ જે ફરે તે એમની તો પાસ છે.

વાત સાચી એમણે થોડી કહી એ ના ગમ્યું ,
ત્યારથી એ જણ બધાને લાગે ખાટી છાશ છે.

જે સદા કરતો રહે ખોટા વખાણો બોસના,
કામના કરવું પડે ને બોસનો એ દાસ છે!

ના ઉચકતો "સાબ"ને જે, કામમાં ગુલતાન 'રે,
ના મળે એને મહત્તા,થાય રોજ રકાસ છે.

આવડતનો એકડો માંહ્યે નથી તે પણ છતાં,
જાડતો એ રોફ કાયમ ને ફરે બિન્દાસ છે.
ડો જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment