Tuesday, 8 August 2017

ગીત

ક્યાં જાવાનું શું થાવાનું
અમથેઅમથું જીવી લઈને અમથે અમથું છે મરવાનું

એકલદોકલ અથવાબથવા
હું   ને  મારું   હોવું  અફવા

હાથ વગર કે હલ્લેસા વિણ છે ડૂબતા ડૂબતા તરવાનું
અમથે અમથું જીવી લઈને અમથે અમથું છે મરવાનું

ઝાકળબાકળ  ફૂલોબૂલો
સૂરજ હરતો ફરતો ચૂલો
ભીતર સળગે એમાં સાલ્લુ ક્યાં ઊભા રહીને ઠરવાનું
અમથે અમથું જીવી લઈને અમથે અમથું છે મરવાનું

               -ભરત ભટ્ટ

No comments:

Post a Comment