તારી આંખોની અમી થઈ ને રહેવું છે
મારે તારા હોઠોની હસી થઈ ને રહેવું છે
ભુલી જગતની બધી રીતભાત મારે
તારા ચોટલાની વેણી થઈ ને રહેવું છે
સતત સ્પર્શી શકું ચાંદશા વદનને તારા
એટલે તારા કેશની લટ થઈ ને રહેવું છે
પડ્યો રહીશ ખૂણામાં તુજ હ્રદય ના
મારે તારા દિલનાં ભાડુત થઈ ને રહેવું છે
સુખમાં તો હોય સૌ સંગાથે મારે તો
તારા દુખના ભાગીદાર થઈ ને રહેવું છે
જીવન લાગેના ખારું ઝેર ક્યારેય તને
તારી ધમનીઓમાં અમૃત થઈ ને રહેવું છે
બાદશાહી બહુ ભોગવી "સતીષે" હવે તો
તારા દિલમાં કાયમ ગુલામ થઈ ને રહેવું છે
- સતીષ સખીયા
No comments:
Post a Comment