લખી લવ છુ ક્યારેક ગજા બહાર હુ.
જોઈ લવ છુ જ્યારે તને બારી બહાર હુ.
તુ નીકળે છે જ્યારે મારી ગલી માથી
બાગના ફુલની જેમ ખીલુ છુ પૂરબહાર હુ.
આવો છો મળવા મને મળતા ખબર મને
સુંદરતા તારી જોવા નીકળુ છુ ઘરબહાર હુ.
નિષ્ફળતા પ્રણયમા મળવાથી દુર નહીં જાઉં
જીવીસ તારા હ્રદય મા સદાબહાર હુ.
વિરહની વેદના દુર કરવા લખે ગઝલો સો.પિ
છતા ના નીકળી ક્યારેય દીલબહાર તુ.
*સોલંકી પિયુષ*
No comments:
Post a Comment