Friday, 18 August 2017

ગઝલ

કર્મો ની અદાલતમાં, સૌ તળે એવો કાયદો છે,
કે ભોગવ્યા વિના કૈં ના ટળે એવો કાયદો છે.

વાંક વિના એકપણ આફત ક્યારેય કળતી નથી,
પરિવર્તનથી જ આફત વળે એવો કાયદો છે.

પશ્ચાતાપ છે માત્ર ઇજન, સ્વીકારી તે અંતે,
પ્રાયશ્ચિત કર્યે જ મુક્તિ ફળે એવો કાયદો છે.

દુઃખના કારણો જે ગલીઓમાં ગોતી રહ્યો તું,
આત્મશુદ્ધિથી જ શોધ ફળે એવો કાયદો છે.

પ્રભુને દોષ દેજે ના, આ કર્મો ની અદાલત છે,
અપરાધી જ ન્યાયાધીશ બને એવો કાયદો છે.

જનક દેસાઈ

No comments:

Post a Comment