ગીત
સખી તારાં લોચનિયાં વાગે છે દલમાં ,
હું તો કૂદી પડું જમનાના જળમાં
0સખી...
જીણો જીણો જાગે એવો દરદ મૂવો,
મારે શું પૂરવો પાદરનો કૂવો ?
હું તૂ પૂરાઈ જાઉં હવે વાદળમાં.
0સખી....
પનઘટની વાટ આપે વધામણી,
છૂઈ -મૂઈ બીડાતી જાઉં હું લજામણી.
હું તો ખુલી જાઉં સાહ્યબાની કળમાં.
0સખી...
લાખ મથું તોયે પાણિયારું તાગે,
તુલસી કયારે મા ના સંસ્કાર જાગે.
હું તો ખોવાઈ જાઉં મારા તળમાં.
0સખી....
ઝૂકી ઝૂકીને જોયા કરું આભને,
બોલાવી લઉં ચોઘડિયા લાભને.
હું તો શોધું મને સેજના સળમાં.
0સખી...
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment