આવી ગયા - તરહી
વાતમાં મારી તમે તો સ્હેલમાં આવી ગયા!
મેં કરેલી હારવાની પ્હેલમાં આવી ગયા!
જેલના તાળાને તોડીને અમે ભાગ્યા છતાં
ના મળ્યું રહેવાનું, પાછા જેલમાં આવી ગયા!
દાદ ખૂબ દીધી અમસ્તી શાયરોએ મ્હેફિલે
ને અમેયે પણ અમસ્તા ગેલમાં આવી ગયા!
રોજ બદલી ફાટલા પ્હેરણ અમે થાકી ગયા!
કોઈ ખેલાડીના ખેલ્યા ખેલમાં આવી ગયા!
કૃષ્ણએ જ્યાં ફાકડો માર્યો દીધા તાંદુલનો
ઝુંપડી છોડી સુદામા મ્હેલમાં આવી ગયા!
- હરિહર શુક્લ
૧૭-૦૮-૨૦૧૭
# તરહી રદીફ કાફિયા : હેમંત પૂણેકર
No comments:
Post a Comment