Friday, 18 August 2017

ગઝલ

સ્ટેજ પરના શાયરો સૌ ગેલમાં આવી ગયા,
તે લખેલા શેર તો વ્યવહારમાં આવી ગયા.

ટીવી સામે બેઠા બેઠા બાળકો રમતા રમત,
સત્યથી તદ્દન જુદા આ ખેલમાં આવી ગયા.*

હાથમાં રાખી તિરંગો સૌ શહીદો બોલ્યા કે,
ભાગ્ય મારું,દેશના કોઈ કામમાં આવી ગયા.

મોતને પણ જીતવાની જંગ જામી આજકાલ,
બે ભણેલા ડોક્ટર મેદાનમાં આવી ગયા.

કોઈ ઈચ્છા એમની ન્હોતી કે કાંઠે જાવું છે,
એ બિચારા માછલા તોફાનમાં આવી ગયા.

મેં કહ્યું પ્રભુ રૂપ સાચું તો બતાવો આપનું,
મારી સામે કેટલા અવતારમાં આવી ગયા.

પ્રેમથી પુછ્યું હતું તારી શું ઇચ્છા છે સનમ,
એમના સપના બધા ઈમેલમાં આવી ગયા.

...પ્રશાંત સોમાણી

તરહી પંકિત: - હેમંત પૂણેકર

No comments:

Post a Comment