તરહી, હેમંત પૂણેકરજીની પંક્તિ પરથી....
જોઇ દુઃખી મુજને લોકો ગેલમાં આવી ગયા,
ને બરાડા હક તણાં જો ટહેલમાં આવી ગયા.
વાંછના મુજને સરળ જીવન મળે તેવી હતી,
સત્યથી તદ્દન જુદાં આ ખેલમાં આવી ગયા.
સાવ નાજુક પોત સ્વયંનું રાન આ ભેંકાર છે,
કશ્મકશ જો સ્વાર્થની આ વેલમાં આવી ગયા.
આમ તો મિત્રો ઘણાં આવ્યાં ગયાં મારગ મહીં!
શોધતાં સંબંધ કેવી જેલમાં આવી ગયા.
વેપલો માંડ્યો, મળે દિલ, હેત, સ્મિત જો હાટમાં!!
સત્થ બોલ્યાં ના ગમ્યું, ફટકેલમાં આવી ગયા.
ડો જિજ્ઞાસા છાયા ઓઝા
No comments:
Post a Comment