કાળ સાચવે પગલાં....
*સંત શ્રી પ.પુ
પાંચીકાના હોય,
હોય નહીં કદી સંતના ઢગલા
સંત સહુને મુક્તિ વહેંચે,
નહીં વાઘાં, નહીં ડગલા
કેવળ હસ્તી,
ગરીબાઈ કે ગરથ અડે નહીં કશાં
નિજમાં નિજની મબલખ મસ્તી,
છતાં ઉન્મની દશા
આજ કોઇને ફળિયે,
કાલે કોઇ અરણ્યે જડે
ટેવે સૌને સરખાં,
એને નહીં અરિ, નહીં સગલાં
પડે ન સહેજે ખુદનો ડાઘો એમ જગતને અડે
દુર્લભ એ દરવેશ કે જેનાં *કાળ સાચવે પગલાં*
*-રમેશ પારેખ*
No comments:
Post a Comment