એ જ વળી શાહુકાર; એ જ વળી ચોર,
આ મેવલિયો ધરતીને કાદવથી ખરડે ને એ જ કરે નવલી નક્કોર.
ઇચ્છા ન હોય ત્યારે બિલકુલ ન વરસે ને ચોમાસું આખું બેકાર,
વરસે તો કોઇ વાર એવું એ વરસે કે થાય બધે જળબંબાકાર.
પાછળથી વૃક્ષોને મૂળથી ઉખાડે પણ પહેલા તો ગહેકાવે મોર !
ગમ્મે તે પહોરે એ તૂટી પડે એમ અજમાવે પોતાનું જોર,
સૂરજને ડોકિયુંય કરવા ન દે, એના ખિસ્સામાં આખો બપોર !
ગામ, ગલી, શહેર બધું શાંત કરી દે પછી પોતે મચાવે એ શોર.
કિરણસિંહ ચૌહાણ
No comments:
Post a Comment