Thursday, 17 August 2017

ગઝલ

બુકાનીની  અંદર સ્વજન નીકળે છે,
તવાયફના કંઠે  ભજન નીકળે  છે.

છુપાવી શકાતી નથી વાત  અંદર,
બરફ છું  છતાં પણ અગન નીકળે  છે.

તપાસ્યું  છે  કારણ ડૂબી કેમ નૌકા?
પુરાણી સ્મૃતિનું વજન  નીકળે  છે.

સતત  આમ ભટકે  કઈ  ઝંખનામાં?
લઈ રૂપ મનનું પવન  નીકળે છે.

હવે ચાલ મૂંગા  રહી વાત કરીએ,
નિયત શબ્દની બદચલન નીકળે છે.

     - અશોકપુરી ગોસ્વામી

No comments:

Post a Comment