Thursday, 24 August 2017

ગઝલ

ઝાંખી પાંખી કોઈ એવી પળ મળે,
હું તરસ ઝંખુ અને એ જળ મળે.

હું હરણ છું એટલે એવું થતું -
જેમ દોડુ ઝાંઝવા આગળ મળે.

એટલી ઊંચી છે જળની ધારણા,
જેટલા ઊંડા કૂવેથી જળ મળે !

તો તને  आंखोमां  आंजीने  ફરું,
તારા સ્મરણોનું મને કાજળ મળે.

ધીરે  ધીરે  શબ્દ વિખરાઈ જશે
કોઈનો અક્ષર વિના કાગળ મળે

              ભરત ભટ્ટ

No comments:

Post a Comment