પળ અલૌકિક ઓસ પર સાંકળ બને !
ધ્યાન, ધૂણી ને ધજા અંજળ બને !
જ્યાં ઉદાસીનું નગર કાજળ બને !
પાણીયારા, ધડકનો વિહ્વળ બને !
લાભ શુભ જે ચિતર્યા છે ઉંબરે,
સાંજ પડતાં નેજવાં ચંચળ બને !
ચોતરફ ધુમ્મસ બધા ભયભીત કે,
પાંપણોની કોર પર વાદળ બને !
ઓ સિતારા દે ગવાહી સ્વપ્નને,
અંધકારે કાફલા મૃગજળ બને !
હું સમય ઓઢી નગરથી નીકળી,
એક લીલી ડાળખી શ્રીફળ બને !
Dt : 23 /8/2017 ** નિશિ **
No comments:
Post a Comment