Monday, 14 August 2017

ગઝલ

! @ !તમારામાં ! @ !
મળે જો ચાહવા થોડું તમારામાં !
તરત હું વહાલને જોડું તમારામાં !

અમે એવું ય શું જોયું તમારામાં ?
મને હું બેધડક છોડું તમારામાં !

શરમથી મેં ઝુકાવ્યા છે નયન મારા,
ઘડી પળ બે મને તોડું તમારામાં !

અચાનક હાથ છોડી ના તમે દેતાં,
ઘણી અવઢવ છતાં દોડું તમારામાં!

કલમ અટકી, નથી ગુંજાશ બેઠી છું,
અધૂરી આ ગઝલ મોડું તમારામાં !
Dt : 13/8/2017.         **નિશિ **

No comments:

Post a Comment