Monday, 14 August 2017

ગઝલ

મતલા ગઝલ -  હરખાશો    

હાથ હજારોથી ખેંચાશો :
કચરા ગાડી એ ઠેલાશો.

ખોટી આશામાં ભરમાશો:
નિરાશામાં જો  હરખાશો.

ભર વરસાદે જો ભીંજાશો ;
આંસુ  છુપાવી    સંતાશો.

સત્કર્મો થી   જો   અંકાશો  ,
ઈશ માફક ઘર ઘર પૂજાશો.

હોઠે     આવીને     મલકાશો
બે કાંઠે છલ છલ    છલકાશો.

અવસરિયા થઈને  ઉજવાશો:
તોરણ   થઈને  બસ લહેરાશો

દિલીપ  વી.   ઘાસવાલા .

No comments:

Post a Comment