Monday, 14 August 2017

ગઝલ

હું લખાયો હું જ શબ્દાયો હતો,
આંખે એની હુ જ વંચાયો હતો.

આજ તો નતમસ્તકે ઉભા છે સૌ,
ટાંકણે જેના હું ટંચાયો હતો.

કોણ પાછું આ મને મંદિર મુકે,
યાર, મંદિરમાં હું કેદાયો હતો.

આ ઝુરાપાનું સુદર્શન ક્યાં મુકુ
આંગળી થઈ હું જ છેદાયો હતો.

વાંચતા પંડિત, મુલ્લા રોજ પણ,
ક્યાં કદી હું કોઈને સમજાયો હતો.

વાંચ કોઈ'દી પ્રભાતે ફુલ તો મળું,
ફક્ત ઝાકળમાં હું ઝીલાયો હતો.

જે તમે માન્યો છે પ્યાલો ઝેરનો,
બસ મે પીધો, સૌને મે પાયો હતો.

પ્રેમ માનો પામવા થોડો હું પણ,
પારણે ઘરના હું બંધાયો હતો.

મોરપિચ્છે ઘેલું થ્યું ગોકૂળ ને,
ચોરેને ચૌટે હું ચર્ચાયો હતો....

ક્યાં કરી દૃષ્ટિ મને જોવા કદી?
ભીતરે તારી હું પડછાયો હતો.

શૈલેષ પંડ્યા...

No comments:

Post a Comment