Monday, 14 August 2017

ગઝલ

દ્વાર  ખાલી લાગશે તો શું કરશો?
ભીંત આડી આવશે તો શું કરશો?

મૂળ ઊંડા રાખવાનાં હોય જ્ઞાની!,
જાત ઝાંખી  માંગશે તો શું કરશો?

બોલ ક્યાં બોલે મધુરા કો'અહિંયા,
વાત ખાટી આપશે તો શું કરશો?

મિત્ર થઇને છેતરો છો મિત્રને પણ!
શંખ  ભેદી  વાગશે  તો શું કરશો?

ના વધારો બોજ ખુદ પરનો, પછી આ..,
બોજ કાયા ભાંગશે તો શું કરશો?

આમ,પણ મદહોશ ના થાઓ દિલ,
રાત આખી જાગશે તો શું કરશો?

ના વસાવો કોઈ આંખમાં સનમને,
જાળ પાછી નાખશે તો શું કરશો?

પ્રેમથી તું ના જો હવે તેને "ફિઝા",
દિલ વળી આ લાગશે તો શું કરશો?

*કાજલ કાંજિયા "ફિઝા"*
*14/8/2017*

No comments:

Post a Comment