Monday, 14 August 2017

ગઝલ

વિકારો ઘણાં છે, વિષાદો ઘણાં છે,
શી મોકાણ ચર્ચું? વિવાદો ઘણાં છે!

સદાચાર ક્યાં છે? ઝમીર માંહ્યલે છે?
હ્રદયમાં છે દંગલ, ફસાદો ઘણાં છે!

અતિ શોર  ચોપાસ, બ્હેરા  બન્યાં સૌ!
દઈ ધ્યાન સૂણો નિનાદો ઘણાં છે!

વ્યથા ની કથા ક્યાં કહું? સાંભળે કોણ?
ન મોઢું ખુલે પણ સંવાદો ઘણાં છે!

પ્રભુ, બોલ ક્યાં ફાવશે રાતવાસો,?
જગત છે અલગ, જાતિવાદો ઘણાં છે!
               ડો જિજ્ઞાસા

No comments:

Post a Comment