Monday, 14 August 2017

ગીત

રંગીલો દેશ (બાળગીત)
્્્્ ્્. ્્.  ્્્્

ડૉ .સત્યમ બારોટ

આવો આવો જુવાન લઈને વેશને ,.
બાપુ રંગીલો રંગીલો કરીએ દેશને .

રાખો સચ્ચાઈનો સાથી ,
સાચા પ્રેમનો સંગાથી ,
ચાલો જીવતા કરીએ રે,
માનવદેવને ,.
બાપુ રંગીલો રંગીલો કરીએ દેશને .

આજે સત્તાની મનમાની ,
આખા દેશની બરબાદી ,
ચાલો જાતીના ભેદ બધા મેલીને ,.
બાપુ ,રંગીલો રંગીલો કરીએ દેશને .

લેજો કામને વધાવી ,
દેજો આળસને ભગાડી ,
ચાલો ભેગા મળીને કામ કરીએ ,.
બાપુ રંગીલો રંગીલો કરીએ દેશને .

ધરતીમાતા સૌની વ્હાલી ,
આપે જીવનની પ્રસાદી ,
હવે, જીવો , જીવવા દો આ જગતને ,.
બાપુ રંગીલો, રંગીલો કરીએ દેશને .

ડૉ .સત્યમ બારોટ

૯૯૦૪૬ ૧૨૫૧૭
૮૪૮૭૯૪૮૧૫૮

No comments:

Post a Comment