Friday, 11 August 2017

ગીત

શું કારણ હતું કે તરછોડ્યો તમે ?
મધ દરિયે   એકલો છોડ્યો તમે !!

મારી જિંદગી વેરણ છેરણ થઈ છે
ને હવે તો બસ અંત ઘડી રહી છે
આવી રીતે અગ્નિદાહ ન આપો તમે !
                                  . . શું કારણ હતું

આંસુઓ ક્યારના સૂકાઈ ગયાં છે
સમણાઓ અમારા વિંધાઈ ગયાં છે
આવા તે દુખ દર્દ ન આપો તમે !!
                                   શું કારણ હતું ...

ને હવે પાંપણો પથરાઈ ગઈ છે
તમારી માનતા ફળી ગઈ છે
આવી ને જરા ખરાઈ કરી જાઓ તમે !!

શું કારણ હતું કે તરછોડ્યો તમે ?
મધ દરિયે  એકલો છોડ્યો તમે !!

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment