ગોકુળની મહિયારીનું ગીત*
મુંઈ હું તો શમણામાં ચકનાચૂર ...કે ચૂર કાંઇ હેઠાં પડે રે લોલ
મુંને શમણાંઅો પીડે ઘેઘુર, ઘેધુર કાંઇ હેઠાં પડે રે લોલ
સખી હું તો મારાથી સો ગાઉ દૂર કે દૂર કાંઇ હેઠાં પડે રે લોલ
લોલ મેં તો આંખોમાં વાવ્યા ધત્તુર, ધત્તુર કાંઈ હેઠાં પડે રે લોલ
આવ્યાં નાગરવેલનાં પૂર કે પૂર કાંઈ હેઠાં પડે રે લોલ
મને કહેતાં કે તારાંમાં ઝૂર કે ઝૂર કાંઈ હેઠાં પડે રે લોલ
સાયબો મારી નજરુંનાં છે નૂર કે નૂર કાંઇ હેઠાં પડે રે લોલ
ઝૂલ્યાં મારામાં મીઠું મધુર મધુર કાંઇ હેઠાં પડે રે લોલ
મુંને વાગી ગૈ ઝીણકેરી તૂળ, કે તૂળ કાંઇ હેઠાં પડે રે લોલ
સાંભરે મધમીઠાં લે લે ગોકુળ,ગોકુળ કાંઇ હેઠાં પડે રે લોલ
- અનિલ વાળા
પુણ્ય સ્મરણ : સ્વ. કવિ શ્રી રમેશ પારેખ
સંદર્ભ : ગોરમાને પાંચે આંગળીઅે....
No comments:
Post a Comment