*|| છંદ :સોરઠો ||*
*બંધારણ:- ગાગા ગાગા ગાલ, ગા ગા ગા ગા ગાલગા*
*( અંધારનો ઓછાયો .......)*
અંધાર ભરી આંખ, ભય શમણે જે ભાસતા,
ઝીણી વરતે ઝાંખ, કોને કેવી ઠાકરા.
ભાસે એવી ભાત, ઓળા જાણે આવતાં
સાથે શું સંગાત, હામ ધરે જે ઠાકરા.
સમજે રસ્સી સાપ, ડરતા એજ ડરાવતાં,
જપતા રે'તાં જાપ, થડકે હૈયાં ઠાકરા.
પીંપળ કેરા પાન, ખરતા ને ખખડાવતા
ગાતાં રે'તાં ગાન, ડર ના લાગે ઠાકરા
જબરી કંપે જાત , ગોંદર પણ ગભરાવતા
મનમાં સમરું માત, ભય આ ભાગે ઠાકરા.
(~મનુ.વી.ઠાકોર *'ઠાકરા'*)
No comments:
Post a Comment