જોઈ થાતો પાણી પાણી,
મારા સપનાનાં છો રાણી,
ચુંબક જેવું આકર્ષણ છે,
લોઢા જેવું લ્યો છો તાણી,
ગીત, ગઝલ સૌ પાણી ભરતાં,
છંદોબદ્ધ તમારી વાણી,
વાળ ઉડે તો રેશમ રેશમ,
મનમાં ફૂટે ધાણી ધાણી,
પ્રેમ કરું છું કો' ગુનો નથી,
વિશ્વાસ ધરી લેજો માણી,
પગ ચંપલ, સાઇકલ રાખું,
ટી-શર્ટ પણ બગલથી કાણી,
હાલ ફકીરી છોને રે'તાં,
હૈયું છે મુકેશ અંબાણી.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Tuesday, 8 August 2017
ગઝલ
Labels:
ભાવીન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment