Tuesday, 8 August 2017

ગઝલ

સ્વાર્થ,  શંકા,  દ્વેશ  કે  ઇર્ષા ન હોય,
હોય એ જો જાત પર  શ્રધ્ધા ન હોય !

એકબીજાને   ગમે    એ  પાત્રની,
બીનજરૂરી કાંઇ  પણ   ચર્ચા ન હોય !

પ્યાસ  ધરતીની  એ  જાણી  જાય છે,  
નહીં તો અનરાધાર કંઇ વર્ષા ન હોય !

મેં  તને  કંઇ  ભેંટમાં  આપ્યું  નહીં,
પ્રેમમાં  એવા   બધા   ખર્ચા ન હોય !

તસ્વીરોએ   શીખવાડ્યું   છે   મને,
કે  કદી  ભગવાન   ઘઉંવર્ણા ન હોય !

                      -પારુલ વાળા

No comments:

Post a Comment