સૂરજ તું કસમ તેજ તણી દીપને દઇ દે,
લીલાશ ને ભીનાશ જરી રીસને દઇ દે!!
શબ્દો અતિ વાગે જો દિલે, ફેંકના કાયમ,
મીઠાશ અતલથી લે અને, જીભને દઇ દે.
નિસ્તબ્ધ મહોલ્લોને બધિર કાળ થયો જો,
ડુસકા ને સહારો તું જરી ચીસને દઇ દે.
આવી ઋતુ ફાગણ રવિ રાતો થઇ ઘૂમે,
તરસ્યાં પશુપંખી છે તું જળ ઠીબને દઇ દે
પડકાર છે જીવન, દુવિધા લાખ, પ્રભુ છે,
હિંમત ન જરી હારુ, વચન ટીસને દઇ દે.
ડો જિજ્ઞાસા છાયા ઓઝા
No comments:
Post a Comment